ગાકુ નાકામુરા, CEO, Rarejob સાથે મલ્ટીભાષી ટીમ

મલ્ટીભાષીને એ જણાવતા ખુબજ ખુશી થાય છે કે, તેણે Rarejob Inc.,જે જાપાનની ઓનલાઇન અંગ્રેજી શીખવતી અગ્રણી કંપનીઓમાંથી એક છે, દ્વારા સંકલિત ઇન્વેસ્ટર્સ પાસેથી નવું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે
મલ્ટીભાષીની શરૂઆત 2 વર્ષ પહેલા થઇ હતી, ફક્ત એક જ ઉદ્દેશ્ય સાથે કે નવી ભાષા શીખવા માંગતા યુઝર્સ સરળ રીતે તે ભાષા શીખી શકે. આજે મલ્ટીભાષી પાસે 1.5 મિલિયન કરતા વધુ યુઝર્સ છે. આ સ્ટાર્ટઅપ ઘણી ખ્યાતનામ કંપનીઓ જેમકે FB સ્ટાર્ટ, એકઝિલર, ગ્રે મેટર્સ કેપિટલ, AWS એડયુસ્ટાર્ટ અને ગુગલ લોન્ચપેડ વગેરે વડે પસંદ થયેલ છે.
મલ્ટીભાષીમાં 11 થી વધુ ભાષાઓ છે (અંગ્રેજી, કન્નડ, તામિલ, મલયાલમ, તેલુગુ, મરાઠી, પંજાબી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, હિન્દી વગેરે) જેના દ્વારા તે અંગ્રેજી શીખવે છે. લગભગ 27,000 વપરાશકર્તાઓએ તેને 4.4/5 તરીકે રેટ કર્યું છે, જે તેને એજ્યુકેશન/ લર્નિંગ ક્ષેત્રમાં ટોપ-રેટેડ એપ્લિકેશન્સમાંથી એક બનાવે છે. તે કેટલીક શીખવનાર એપ્લિકેશનોમાંની એક છે જેમાં ચેટબોટ અને વોઈસબોટ છે જે શીખવાનું વધુ સરળ બનાવે છે. કોમ્યુનિટી ફીચર જેવી અન્ય કેટલીક સુવિધાઓ એપ્લિકેશનમાં પીયર લર્નિંગ ને પ્રોત્સાહન આપે છે. પ્રીમિયમ / પેઇડ કોર્સ પણ માનવશિક્ષકો દ્વારા લાઈવ સમર્થન પૂરું પાડે છે.

ભારત માં 460 મિલિયન બ્લુ અને ગ્રે કોલર પ્રોફેશનલ ના લક્ષ્યાંક ક્ષેત્ર માં મલ્ટીભાષી અત્યંત પ્રભાવશાળી સાબિત થયું છે જે પોતાની અંગ્રેજી માં વાતચીત કરવાની આવડત ને અપસ્કિલ કરવા માંગે છે તેમજ તેમના માટે આજીવિકા અને જીવનશૈલીનો માર્ગ બનાવે છે.
આ અનન્ય સેગમેન્ટની જરૂરિયાતો પર તીવ્ર ધ્યાન કેન્દ્રિત કરીને, મલ્ટીભાષી પ્રોડક્ટ દ્વિભાષીય તાલીમ (11 ભારતીય ભાષાઓ દ્વારા અંગ્રેજી શીખવવા), નોકરીની ભૂમિકા સંબંધિત સંદર્ભ અને વર્ચ્યુઅલ શિક્ષકની આગેવાની હેઠળના શિક્ષણ પર વધુ ભાર મૂકે છે.
મલ્ટીભાષી ના સ્થાપક, અનુરાધા અગ્રવાલ કહે છે,”મિશન પ્રત્યે અડગ રહીને, ટીમને મજબૂત કરવા, ઉત્પાદનને સુધારવા અને બજારમાં ઊંડાણપૂર્વક પ્રવેશ મેળવવા માટે આ તક ને અમે ઝડપી છે.” મલ્ટીભાષીની દ્રષ્ટિ લાખો ભારતીયોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે સક્ષમ બનાવવાની છે અને જાપાનમાં સમાન દ્રષ્ટિ સાથે, Rarejob અને મલ્ટીભાષી બે વૈવિધ્યસભર બજારોમાં એકબીજા સાથે શીખી આગળ વધવા તત્પર છે.

ગાકુ નાકામુરા, CEO, Rarejob, મલ્ટીભાષી ના સંસ્થાપક અનુરાધા અગ્રવાલ સાથે
Rarejobની વાર્તા મલ્ટીભાષી જેવા યુવા સ્ટાર્ટઅપ માટે ખુબ પ્રેરણાદાયી છે અને અમે એક પ્રતિસ્પર્ધી બજાર માં ઉત્પાદ અને ટીમ મેળવવા તેમના અનુભવ થી શીખવા ઉત્સુક છીએ.
“દરેક માટે તક, દરેક જગ્યાએ ” ના લક્ષ્ય અનુસાર ,Rarejob નો હેતુ એક એવો મંચ પૂરો પાડવાનો છે જે 10 મિલિયન જાપાની ઉત્સાહથી અંગ્રેજી શીખવા માટે વૈશ્વિક સ્તર પર સક્રિય ભૂમિકા નિભાવવા ધ્યાન કેન્દ્રિત કરે. કંપની એ 2007 માં એક નાના સ્ટાર્ટઅપ ના રૂપ માં પોતાની યાત્રા શરુ કરી અને 2014 માં એક પબ્લિક લિમિટેડ કંપની બનવા માટે મોટી ઉડાન ભરી.
” ગાકુ નાકામુરા, CEO, Rarejob કહે છે કે ,”જો અમે ભારત માં અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ જોતા હતા ,તેમાં મોટાભાગ ના પહેલાના જમાનાની શિક્ષણપ્રણાલી પર હતા જે ગ્રાહકો માટે ના તો ગુણવત્તાપુર્ણ છે કે ના સસ્તા. ઓનલાઇન શિક્ષક માત્ર પોતે શીખવા સક્ષમ હતા અથવા તો ગેમિંગ અને શીખવા ના માપદંડ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. આ વિવિધ સંસ્થાઓ ની તુલના માં, મલ્ટીભાષી એ અન્ય કોઈ મોડલ ની તુલના માં વધુ પ્રભાવશાળી શિક્ષણ પૂરું પાડવા એક અદ્વિતીય મોડલ બનાવ્યું છે, જે સ્વંય-શિક્ષા અને નેતૃત્વવાળી શિક્ષા બંને નું સંયોજન કરે છે”
હાલના મલ્ટીભાષી ના રોકાણકાર અનિરુદ્ધ માલપાની કહે છે કે; ભારત માં દરેક કુશળ અને અકુશળ શ્રમિક જાણે છે કે “સારું અંગ્રેજી વાર્તાલાપ કૌશલ્ય તેમને એક સારી નોકરી મેળવવામાં મદદરૂપ થશે. તેમના માટે અંગ્રેજી શીખવું એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે. મલ્ટીભાષી પ્રેક્ટિકલ અને માનવ ટયુટર ના યોગ્ય સંયોજન નો ઉપયોગ કરીને આ સમસ્યા ને હલ કરી રહ્યું છે. આ માત્ર ભારત માં જ નહિ પણ વિશ્વસ્તરે ફેલાયેલ છે. જયારે મેં 2 વર્ષ પહેલા મલ્ટીભાષી માં રોકાણ કર્યું, ત્યારે માત્ર 1 મિલિયન લોકો વાપરતા હતા. મલ્ટીભાષીએ યોગ્ય રીતે ફંડ નો ઉપયોગ કરીને બહુ સારી પ્રગતિ કરેલ છે. હું કંપની ના ભવિષ્ય માટે આતુર છું કારણ કે તે સંપન્ન છે અને તેમણે સાબિત કરેલ છે કે તેઓ સફળ થવા યોગ્ય છે.”
સ્ટાર્ટઅપ એક પ્રવૃત્તિ નું કેન્દ્રબિંદુ બની ગયું છે, કારણ કે ભારતમાં અલગ અલગ જગ્યા એ વિવિધ ભાષાઓનો ઉપયોગ થાય છે. આ ક્ષેત્ર માં મુખ્યત્વે અંગ્રેજી ની માંગ છે. એક સુવ્યાખ્યાયિત યોગ્ય પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને એક પ્રખર ટીમ સાથે, મલ્ટીભાષી આ પડકાર નો સામનો કરવા તેમજ આ વિશાળ તક ને ઝડપવા માટે સજ્જ છે..